રત / 'સાહેબ, ફાંસીવાલી ગલતી હો ગઈ, માફ કર દો', 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને પોલીસે જેવો દબોચ્યો તેવો જ કરગરવા લાગ્યો

  • રત / 'સાહેબ, ફાંસીવાલી ગલતી હો ગઈ, માફ કર દો', 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને પોલીસે જેવો દબોચ્યો તેવો જ કરગરવા લાગ્યો

    • 21-12-2019
    • 32 Views

    સુરત: સચિન જીઆઇડીસી વિસ્તારની પરપ્રાંતીય પરિવારની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર સચબિંન બંસીલાલ નિશાદને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેર પોલીસના 332 પોલીસકર્મી-અધિકારીઓએ 84 કલાક સુધી કડકડતી ઠંડીમાં અથાક મહેનત કરી ઘટના બની તેના 650 મીટરના દાયરામાં આવતા 50 જેટલા સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરી શુક્રવારે મળસકે બળાત્કારી શશિબિન્દ વિશ્વનાથ નિશાદ (કેવટ) (24)(રહે. રૂમ નં-6, પ્લોટ નં-1014, રોડ નં-87, કિશોર ગોવિંદ રૈયાણીની ચાલ, પહેલો માળ, સચિન જીઆઇડીસી, મૂળ રહે, હરદૌલી ગામ, પોસ્ટ-બીબીપુર, કાનપુર જિલ્લો, ઉત્તરપ્રદેશ)ને દબોચી લીધો હતો. પકડાયેલા નરાધમે પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત સાથે આજીજી કરતાં કહ્યું કે, ‘સાહેબ, ફાંસીવાલી ગલતી હો ગઈ, માફ કર દો.’